બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની થઈ એન્ટ્રી, સરકારના માથે આભ તૂટી પડ્યું
બ્રિટનમાં કોરોનાના ઘાતક સ્વરૂપનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે એવા સંજોગોમાં વધુ એક કોરોના સ્વરૂપ મળી આવતા સરકાર ચિંતાતુર છે.
લંડન: બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કોકે બુધવારે જણાવ્યું કે દક્ષિણ આફ્રીકામાં સામે આવેલા કોવિડ-19 (Covid-19) ના નવા સ્વરૂપના પણ બ્રિટનમાં બે કેસ મળી આવ્યા છે. બ્રિટનમાં કોરોના વાયરસ (Corona Virus) નું જે રીતે નવું સ્વરૂપ મળી આવ્યું છે તે જ રીતે દક્ષિણ આફ્રીકામાં પણ વાયરસના અલગ પ્રકારની જાણકારી મળી છે. વિશેષજ્ઞોએ ચેતવ્યા છે કે વાયરસના આ નવા સ્વરૂપના કારણે દેશ સંક્રમણની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે.
હેન્કોકે પત્રકાર પરિષદમાં કહ્યું કે "નવા સ્વરૂપના બે કેસમાં લોકો છેલ્લા કેટલાક અઠવાડિયામાં દક્ષિણ આફ્રીકાથી મુસાફરી કરીને પાછા ફરેલા લોકોના સંપર્કમાં આવેલા હતા." તેમણે કહ્યું કે "કોરોના વાયરસનું નવું સ્વરૂપ સામે આવવું એ ખુબ ચિંતાજનક છે. કારણ કે તે ખુબ જ ઝડપથી ચેપ ફેલાવે છે અને એવું લાગે છે કે બ્રિટનમાં મળી આવેલા નવા સ્વરૂપ ઉપરાંત પણ વાયરસમાં ફેરફાર થયો છે."
દક્ષણ આફ્રીકાની મુસાફરી પર પ્રતિબંધ
મંત્રીએ દક્ષિણ આફ્રીકા મુસાફરી કરવા પર તરત પ્રતિબંધ લગાવવા અંગે પુષ્ટિ કરતા કહ્યું કે છેલ્લા એક પખવાડિયામાં દક્ષિણ આફ્રીકાથી આવેલા લોકો કે તેમના સંપર્કમાં આવનારા લોકોએ તરત આઈસોલેશનમાં જવું જોઈએ. બ્રિટનના વૈજ્ઞાનિક દક્ષિણ પૂર્વ ઈંગ્લેન્ડમાં એક પ્રયોગશાળામાં વાયરસના નવા સ્વરૂપની તપાસ કરી રહ્યાં છે. કોરોના વાયરસના નવા સ્વરૂપના કારણે બ્રિટનના અનેક લોકોએ પ્રતિબંધોનો સામનો કરવો પડશે. બ્રિટનમાં બુધવારે સંક્રમણના 36,804 કેસ સામે આ્યા. મહામારી શરૂ થયા બાદથી પહેલીવાર આટલા કેસ સામે આવ્યા છે.
સામે આવી કોરોના રસીની 'આડ અસર', પહેલો ડોઝ લેનાર વ્યક્તિને થઈ આ સમસ્યા
સંક્રમણ ઝડપથી ફેલાવવાના કારણે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં ક્રિસમસ બાદ 26 ડિસેમ્બરથી શ્રેણી ચારનો પ્રતિબંધ લગાવવામાં આવશે. સંક્રમણથી બચાવ માટે સંશોધિત નિયમો હેઠળ શ્રેણી એકથી ત્રણ હેઠળ આવનારા વિસ્તારોમાં રહેતા લોકો ક્રિસમસ પર એક બીજાને મળી શકે છે. શ્રેણી ચારના વિસ્તારોમાં રહેતા લોકો ઘરના સભ્યો સાથે જ ક્રિસમસ ઉજવી શકશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube